ગોધરામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરાઈ રન ફોર યુનિટી કાર્યક્રમમાં શહેરીજનો ઉત્સાહભેર જોડાયા..
ગોધરા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી
આ અવસરે "રન ફોર યુનિટી" કાર્યક્રમનું આયોજન કરાયું
કાર્યક્રમમાં શહેરજનોએ ઉત્સાહભેર ભાગ લીધો
સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શહેરભરમાં રાષ્ટ્રીય ભાવના અને ઉત્સાહનો માહોલ છવાયો હતો.
ગોધરામાં સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.આ અવસરે "રન ફોર યુનિટી" કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું હતું, આ દોડ વિશ્વકર્મા ચોકથી શરૂ થઈ પટેલવાડા,પોલણબજાર, ગીદવાની રોડ થઈ રામસાગર તળાવ ખાતે સમાપ્ત થઈ હતી.
શહેરના નાગરિકો, સરકારી કર્મચારીઓ, શાળાના વિદ્યાર્થીઓ અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.કાર્યક્રમમાં સાંસદ, ધારાસભ્ય, રેન્જ આઇજી, જિલ્લા પોલીસ વડા અને નગરપાલિકા પ્રમુખ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા