ગોધરા નગરપાલિકાના નવા સીમાંકન મુદ્દે વિરોધ દર્શાવી આમ આદમી પાર્ટીએ કલેક્ટરને કરી રજૂઆત

 ગોધરા નગરપાલિકાના નવા સીમાકન મુદ્દે વિરોધ દર્શાવી આમ આદમી પાર્ટીએ કલેક્ટરને કરી રજૂઆત 


નવા સીમાકનમાં વોર્ડની રચનામાં વસ્તીનો 10% વધારો/ઘટાડાનો રેશિયો જાળવવામાં આવ્યો નથી 



જાહેરનામામાં વોર્ડની રચનાનો ભૌગોલિક નકશો દર્શાવેલ નથી જે પારદર્શિતા માટે અત્યંત આવશ્યક છે.


 વોર્ડ નં. 9 ની રચનામાં નદી-નાળા તથા હાઇવે વિસ્તારોનો અસંગત સમાવેશ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે 


 અનામત તથા બિનઅનામત બેઠકોની ફાળવણીમાં ગંભીર ભૂલો કરવામાં આવીછે 2011ની વસ્તી ગણતરીના આંકડા હોવા છતાં યોગ્ય વિતરણ થયું નથી.


નવા સીમાલનના આદેશ (ક્રમ 1 થી 58) નો અભ્યાસ કરતા સ્પષ્ટ થાય છે કે મ્યુનિસિપલ કાયદાઓનું અવલોકન કરવામાં આવ્યું નથી. નગરજનોને પ્રાથમિક સુવિધાઓ અપાવામાં મુશ્કેલીઓ ઊભો થવાની શક્યતા રહેલી છે 


આમ નિયમોનું ઉલ્લંઘન થયેલ હોય

 નગરજનોની લાગણી છે કે નવા સીમાકન માટે હાલના સભ્યો, રાજકીય આગેવાનો, સામાજિક


આગેવાનો તથા ભૌગોલિક પરિસ્થિતિ જાણકાર બુદ્ધિજીવીઓની સલાહ લઈને નવી રચના કરવી આવશ્યક છે.તેવી માંગ સાથે આમ આદમી પાર્ટીએ રજુઆત કરી હતી

Popular posts from this blog

ગોધરાની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતાનું મોત થતા હોબાળો તબીબની બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ

અન્ય રાજ્યોમાંથી વાહનોની ચોરી કરી, તેના એન્જિન અને ચેસિસ નંબર બદલી, ખોટી નંબર પ્લેટ લગાવી વાહનો વેચાણ કરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે.