ખેડૂતો માટે મોટા સમાચાર હવે ખેડૂતો જાતેજ " કૃષિ પ્રગતિ" એપથી પાકના નુકશાનનો સર્વે કરી શકશે

 . ગુજરાતના ખેડૂતો માટે એક મોટા સમાચાર સામે આવ્યાં છે 


હવે ખેડૂત જાતે જ ખેતરમાં થયેલા પાકના નુકશાનનો સર્વે કરી શકશો. 



ગુજરાત સરકારની 'કૃષિ પ્રગતિ' મોબાઇલ એપ્લિકેશન દ્વારા આ સુવિધા ઉપલબ્ધ થઈ છે.


 આ એપથી ખેડૂતોને નુકશાનીની તપાસ, વળતરની પ્રક્રિયા અને સરકારી સહાય ઝડપથી મળશે. 

તાજેતરમાં 'માવથા' વાવાઝોડાએ ગુજરાતમાં 10 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં પાકને ભારે નુકશાન પહોંચાડ્યું છે. પરંતુ હવે ખેડૂતોને રાહતની નવી તક મળી છે. કૃષિ વિભાગની 'કૃષિ પ્રગતિ' એપ દ્વારા ખેડૂત પોતાના સ્માર્ટફોનથી જ ખેતરના નુકશાનનો સર્વે કરી શકો છો. આ એપમાં GPS ટ્રેકિંગ, ફોટો અપલોડ અને AI-આધારિત વિશ્લેષણની સુવિધા છે. ખેડૂત માત્ર કેટલીક ક્લિક્સમાં તેમના પાકના નુકશાનની તસવીરો અને વિગતો અપલોડ કરી શકે છે, આ પહેલથી લાખો ખેડૂતોને લાભ થશે અને નુકશાનીના વળતરની પ્રક્રિયા વધુ પારદર્શક બનશે.

Popular posts from this blog

ગોધરાની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતાનું મોત થતા હોબાળો તબીબની બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ

અન્ય રાજ્યોમાંથી વાહનોની ચોરી કરી, તેના એન્જિન અને ચેસિસ નંબર બદલી, ખોટી નંબર પ્લેટ લગાવી વાહનો વેચાણ કરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે.