ગોધરામાં કમલમ ખાતે સંકલન સમિતિની બેઠક યોજાઈ કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરાઈ
પંચમહાલ જિલ્લામાં આગામી દિવસો મા સરદાર પટેલની @150 મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે સંકલન સમિતિની બેઠક યોજાઇ
કમલમ ખાતે યોજાયેલ મિટિંગમાં સાત વિધાનસભા દીઠ અનેક કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરાઈ
આગામી 31 ઓક્ટોબરથી 6 ડિસેમ્બર દરમિયાન વિધાનસભા દીઠ પદયાત્રાનું આયોજન કરવામાં આવશે
સમગ્ર કાર્યક્રમ અંગેની રૂપરેખાની તૈયારી ના આયોજન માટે કમલમ ખાતે સંકલનની મિટિંગ યોજાઇ હતી
પ્રદેશ માંથી આવેલ ખેડા જિલ્લા ના પુર્વ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ એ કાર્યક્રમ ની રૂપરેખા અંગે માહિતી આપી હતી
સંકલન સમિતિની મિટિંગ માં સાંસદ,રાજપાલસિંહ જાદવ,ડૉ.જસવંત પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ, ભાજપ જિલ્લા પ્રમુખ,મહામંત્રી કુલદીપસિંહ સોંલકી, વિધાનસભા ના સરદાર @150 કાર્યક્રમ ના સંયોજક જોડાયા હતા.