પંચમહાલના મોરવા હડફ તાલુકામાંથી SOG પોલીસે ફટાકડાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો..

 મોરવા હડફ તાલુકાના સાગવાડા ગામમાં ગેરકાયદે ફટાકડાંનો મોટો જથ્થો ઝડપાયો


રહેણાંક મકાનમાં લાયસન્સ વગર રાખેલ ફટાકડાંનો 4.37 લાખના મુદ્દામાલ સાથે  એક આરોપીને ઝડપી પાડતી એસ ઓ જી પોલીસ



પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના સાગવાડા ગામમાં પોલીસને મોટી સફળતા હાસલ થઈ છે. ઉમરદેવી ફળિયામાં રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રાખેલા ફટાકડાં નો મોટાપાયે જથ્થો પોલીસે પકડી પાડ્યો  છે. 


મળતી માહિતી મુજબ મોરવા હડફ ની પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન એસ ઓ જી પોલીસને મળેલ બાતમીના આધારે  સાગવાડા ગામના ઉમરદેવી ફળિયાના ગણપત રૂપા રાવતના રહેણાંક  મકાનમાં ફટાકડાનો મોટો જથ્થો લાયસન્સ વગર રાખવામાં આવ્યો છે જે બાતમીના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી અને પોલીસને મસમોટો  ફટાકડાનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Popular posts from this blog

ગોધરાની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતાનું મોત થતા હોબાળો તબીબની બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ

અન્ય રાજ્યોમાંથી વાહનોની ચોરી કરી, તેના એન્જિન અને ચેસિસ નંબર બદલી, ખોટી નંબર પ્લેટ લગાવી વાહનો વેચાણ કરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે.