ગોધરા વડોદરા હાઈવે પર આવેલ ઉત્તમ કાર A.C.રિપેરિંગ સેન્ટરમાં આગ લાગતા દોડધામ મચી..
ગોધરા વડોદરા હાઈવે પર આવેલ ‘ઉત્તમ કાર A.C. રિપેઅરીંગ સેન્ટર’ ખાતે અચાનક આગ ભભૂકી ઉઠતાં વિસ્તારમાં દોડધામ મચી ગઈ . ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની બે ફાયર ફાઇટર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચીને આગ બુઝાવવાનું કાર્ય શરૂ કર્યું હતું.
ફાયર કર્મચારીઓની ત્વરિત કામગીરીને કારણે આગ પર કાબૂ મેળવી લેવાયો હતો, જોકે ગેરેજમાં પાર્ક કરાયેલ એક કાર સંપૂર્ણપણે બળી ખાખ થઈ ગઈ હતી. દુકાનમાં રાખેલ મશીનરી, સાધનો તથા અન્ય સામાન પણ આગની ઝપેટમાં આવી સ્વાહા થયો હોવાનું જાણવા મળ્યું છે.
સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યુ નથી
આ દરમિયાન પોલીસ પણ ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી હતી અને લોકટોળાને દૂર રાખીને વ્યવસ્થા જાળવી રાખવામાં સફળ રહી હતી.