ગોધરામાં પોલીસે શકાસ્પદ અનાજનો જથ્થો ઝડપ્યો પુરવઠા વિભાગે જથ્થો સીઝ કરી કાર્યવાહી હાથ ધરી...
ગોધરામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો
બી ડિવિઝન પોલીસે શંકાસ્પદ અનાજના જથ્થા સાથે વાહનને ઝડપી પાડ્યું
પોલીસે 8 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે લઈ અને વધુ તપાસ અર્થે મામલતદારનો સંપર્ક કર્યો હતો
મામલતદારની ટીમ સ્થળ પર પહોંચી શંકાસ્પદ માલની વિગતો મેળવી હતી અને ડ્રાઈવર પાસેથી અનાજના જથ્થાની બિલની માંગણી કરી હતી. જોકે, વાહન ચાલક દ્વારા સંતોષકારક બિલ અને જવાબ રજૂ કરવામાં આવ્યો ન હતો.
પુરવઠા વિભાગ દ્વારા 1.10 લાખ ઉપરાંતના 82 કટ્ટા ચોખા અને 7 લાખ રૂપિયા વાહનની કિંમત સહિત 8.10 લાખનો મુદ્દામાલ સરકારી અનાજના ગોડાઉન ખાતે મોકલી સીઝ કરવામાં આવ્યો છે
પુરવઠા વિભાગે 8.10 ઉપરાંતનો મુદ્દામાલ સીઝ કરી નિયમો અનુસારની કાર્યવાહી કરી હાથ ધરી છે