ગોધરામાં કાળજું કંપાવે તેવી ઘટના પરિવારના ચાર સભ્યોના મોત...
ગોધરામાં ભયાનક આગ, પરિવારના ચાર સભ્યોના કરુણ મોત
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાંથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. એક રહેણાંક મકાનમાં વહેલી સવારે લાગેલી ભયાનક આગમાં એક જ પરિવારના ચાર સભ્યો ગુંગળામણને કારણે જીવ ગુમાવ્યા હતા.
ગોધરાના બામરોલી રોડ, વૃંદાવન નગર-2 ખાતેના મકાનમાં અચાનક આગ લાગી હતી. પ્રાથમિક તપાસમાં આગ ગ્રાઉન્ડ ફ્લોર પર રાખેલા સોફામાંથી શરૂ થઈ હોવાનું જાણવા મળે છે, જેનું કારણ શોર્ટ સર્કિટ હોવાની આશંકા છે. મકાન કાચથી ચારે તરફ સીલ્ડ હતું, જેથી ધુમાડો બહાર નીકળી શક્યો નહીં અને ઉપરના માળે સૂતા પરિવારના સભ્યોને જાગવાની તક જ મળી નહીં. આ દુર્ઘટનામાં મૃત્યુ પામનારા ચારેય સભ્યો દોષી પરિવારના છે. તેઓ જ્વેલરી વ્યવસાયથી જોડાયેલા હતા .
ફાયર બ્રિગેડની ટીમને જાણ થતાં તેઓ તાત્કાલિક પહોંચ્યા અને આગ પર કાબૂ મેળવ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં ચારેય સભ્યો ઝેરી ધુમાડાને કારણે ગુંગળાઈ ગયા હતા. પોલીસે તમામ મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે અને અકસ્માત મોતની એફઆઈઆર નોંધી છે. તપાસ ચાલુ છે, અને આગનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી
આ ઘટનાએ ગોધરા શહેરમાં શોકનું વાતાવરણ ફેલાવી દીધું છે. સ્થાનિક લોકો અને પરિવારના સંબંધીઓ આઘાતથી સ્તબ્ધ બની ગયા છે.