ગોધરાની હુસૈન હોસ્પિટલ અને અંજુમન દવાખાના દ્વારા મફત નિદાન અને સારવાર કેમ્પ યોજાયો...

 ગોધરામાં હુસેન હોસ્પિટલ અને અંજુમન દવાખાના દ્વારા સંયુક્ત રીતે મફત નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. 


વહોરવાડ વિસ્તારમાં આવેલ હુસેન હોસ્પિટલ ખાતે યોજાયેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં નાગરિકોએ લાભ લીધો હતો 




કેમ્પમાં વડોદરા શહેરથી આવેલા નિષ્ણાત ડૉક્ટરોની વિશેષ ટીમે ઓર્થોપેડિક, પીડિયાટ્રિક, ઈ.એન.ટી. અને ડેન્ટલ સહિતના વિભાગો હેઠળ દર્દીઓની તપાસ કરી યોગ્ય સારવાર અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી ચાલેલા આ કેમ્પમાં કુલ 150થી વધુ દર્દીઓએ મફત સારવારનો લાભ લીધો હોવાનું આયોજનકર્તાઓએ જણાવ્યું હતું.


ગરીબ અને મધ્યમ વર્ગને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા પુરી પાડવાનો મુખ્ય હેતુ રાખીને આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

Popular posts from this blog

ગોધરાની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતાનું મોત થતા હોબાળો તબીબની બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ

અન્ય રાજ્યોમાંથી વાહનોની ચોરી કરી, તેના એન્જિન અને ચેસિસ નંબર બદલી, ખોટી નંબર પ્લેટ લગાવી વાહનો વેચાણ કરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે.