અમદાવાદ ઇન્દોર હાઈવેની સમસ્યાને લઈ રાજ્યસભા સાંસદની નવતર પહેલ કરી છે ડૉ.જસવંતસિંહ પરમારે સ્વખર્ચે ખાનગી સર્વે કરાવ્યો છે
અમદાવાદ-ઇન્દોર નેશનલ હાઈવેની સમસ્યા ને લય રાજ્ય સભા સાંસદની નવતર પહેલ
પંચમહાલ જિલ્લામાં અમદાવાદ-ઇન્દોર નેશનલ હાઈવે નંબર-47ની બિસ્માર હાલતને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસા પછી રોડ પર મસમોટા ખાડાઓ પડી જવાથી અકસ્માતોનું પ્રમાણ પણ વધ્યું છે. આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે રાજ્યસભા સાંસદ ડૉ. જસવંતસિંહ પરમારે પોતાના ખર્ચે ખાનગી સર્વે કરાવ્યો છે.
અમદાવાદથી ઇન્દોર જતા નેશનલ હાઈવે નંબર-47ની હાલત જોઈને વાહનચાલકો ભય સાથે વાહન ચલાવી રહ્યા થઈ છે. ખાસ કરીને કઠલાલ નજીકના પીઠાઈ ટોલનાકાથી ગોધરા વચ્ચેના પટ્ટામાં રોડ વારંવાર તૂટી જાય છે. ચોમાસા પછી મોટા-મોટા ખાડાઓને કારણે અહીં અકસ્માતોની ઘટનાઓ વધી છે. પરંતુ આ સમસ્યાના મૂળ કારણો શોધવા માટે રાજ્યસભા સાંસદ ડૉ. જસવંતસિંહ પરમારે એક અનોખી પહેલ કરી છે. તેમણે સરકારી રિપોર્ટની રાહ જોયા વિના પોતાના ખર્ચે ખાનગી એજન્સી દ્વારા રોડનો સર્વે કરાવ્યો છે.
આ હાઈવે વારંવાર તૂટે છે અને દર વખતે માત્ર પેચવર્ક જ થાય છે. તેથી આ સર્વે કરીને મૂળ કારણો શોધ્યા છે. NHAIને આ રિપોર્ટ સોંપ્યો છે અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને પત્ર મોકલ્યો છે. માત્ર થીગડાં મારવાને બદલે ગુણવત્તાયુક્ત નવીનીકરણ કરવું જોઈએ, જેથી રોડ લાંબા સમય સુધી ટકાઉ રહે.
આ સર્વે રિપોર્ટમાં રોડ તૂટવાના ચોક્કસ કારણો જેમ કે માટીની ગુણવત્તા, ડ્રેનેજ સિસ્ટમ અને બાંધકામની ખામીઓની વિગતો આપવામાં આવી છે. સાંસદે આ રિપોર્ટ ગાંધીનગરમાં NHAIના રિજિયોનલ મેનેજર ને સોંપ્યો હતો.