સાંસદ ડૉ.જસવંત પરમારનો નાયક અંદાજ..

 રાજ્યસભા સાંસદ ડૉ. જશવંતસિંહ પરમાર નાયક અંદાજમાં ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા


ગોધરા સિવિલ હોસ્પિટલના રેડિયોલોજી વિભાગ અંગે લાંબા સમયથી મળી રહેલી રજૂઆતને પગલે   ડૉ. જશવંતસિંહ પરમારે ઓચિંતી મુલાકાત લીધી 



ગોધરાની સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્યસભા સાંસદ ડૉ. જશવંતસિંહ પરમાર આજે નાયક અંદાજમાં  હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા 


 દરમિયાન તેઓએ મુખ્ય જિલ્લા તબીબી અધિકારી તથા સિવિલ સર્જન સાથે રેડિયોલોજી વિભાગની વિગતવાર માહિતી મેળવી હતી. તે સમયે જાણવા મળ્યું કે તમામ સાધનસામગ્રી અને સુવિધાઓ ઉપલબ્ધ હોવા છતાં રેડિયોલોજિસ્ટની જગ્યા ખાલી હોવાને કારણે દર્દીઓને સોનોગ્રાફી માટે 10 થી 15 દિવસ સુધીની  રાહ જોવી પડે છે 


દર્દીઓને પડતી આ ગંભીર મુશ્કેલીને ગંભીરતાથી લઈ  સાંસદે  તરત જ ગુજરાત સરકારના ડાયરેક્ટર સહિત જવાબદાર અધિકારીઓને ટેલિફોનિક  સંપર્ક કર્યો હતો અને રેડિયોલોજીસ્ટની કાયમી જગ્યા તાત્કાલિક ભરવાની માંગણી કરી હતી. 


સાંસદની આજે થયેલી આ અચાનક કામગીરીથી દર્દીઓમાં રાહતની આશા જાગી છે.

Popular posts from this blog

ગોધરાની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતાનું મોત થતા હોબાળો તબીબની બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ

અન્ય રાજ્યોમાંથી વાહનોની ચોરી કરી, તેના એન્જિન અને ચેસિસ નંબર બદલી, ખોટી નંબર પ્લેટ લગાવી વાહનો વેચાણ કરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે.