પંચમહાલમાં ગૌ તસ્કરી અને ગૌ હત્યા રોકવા પોલીસનુ મોટું પગલું વિશેષ સ્કોડની કરી રચના..
પંચમહાલમાં ગૌ-તસ્કરી અને ગૌ-હત્યા રોકવા પોલીસે મોટું પગલું ભર્યું છે. જિલ્લા પોલીસ વડા ડૉ. હરેશ દુધાતે વિશેષ 8 સભ્યોની ગૌ-રક્ષા સ્કોડની રચના કરી છે.
આ સ્કોડ ગુપ્ત બાતમી એકત્રિત કરવાથી લઈને ઓચિંતું પેટ્રોલિંગ, નાકાબંધી અને દરોડા સુધીની કામગીરી કરશે. તસ્કરો દ્વારા વપરાતા માર્ગો પર સઘન ચેકિંગ ગોઠવવામાં આવ્યું છે.
મહત્વનું એ કે, બચાવાયેલ ગૌવંશને સુરક્ષિત સ્થળે ખસેડવાની અને સારવારની જવાબદારી પણ આ સ્કોડ સંભાળશે.
એલ.સી.બી., ગોધરા શહેર-તાલુકા અને વેજલપુર પોલીસ મથકના અધિકારીઓનો આ ટીમમાં સમાવેશ થયો છે.
નાગરિકો ગૌ-તસ્કરી સંબંધી કોઈપણ માહિતી PSI એચ. આર. જેતાવત સહિત ટીમના અધિકારીઓને સીધો સંપર્ક કરી આપી શકે છે.