"પ્રમાણિક રીક્ષા ચાલકની નોંધપાત્ર કથા"
"પ્રમાણિક રીક્ષા ચાલકની નોંધપાત્ર કથા"
આજના સમાચારમાં એક એવી પ્રેરણાદાયી વાર્તા જે સમાજને માનવતા અને પ્રમાણિકતાનો સંદેશ આપે છે. ગોધરાના પશ્ચિમ વિસ્તારના સિગ્નલ ફળિયામાં એક સામાન્ય રીક્ષા ચાલકે કરી એવી કામગીરી કે જેની પ્રશંસા આખા શહેરમાં થઈ રહી છે.
આપણે વાત કરીએ છીએ ફિરદૌસ શકલાની, જેમણે પોતાના પેસેન્જરને ભૂલી ગયેલી કિંમતી દાગીના અને રોકડ રકમ પરત કરીને બધાના હૃદય જીતી લીધા.
આવીએ આ કિસ્સાની વિગતોમાં.
ગત 22મી નવેમ્બરના રોજ, ગોધરાના મોદીની વાડી વિસ્તારમાં મુસ્લિમ રીક્ષા ચાલક ફિરદૌસ શકલા પોતાની રીક્ષા લઈને ઉભા હતા. ત્યારે એક મહિલા પેસેન્જર તેમની રીક્ષામાં બેસીને સહજાનંદ સોસાયટી જવા નીકળયા હતા. પેસેન્જર સહજાનંદ સોસાયટી ઉતરી પડ્યા અને રીક્ષા આગળ વધી ગઈ હતી પરંતુ પરત ફરતી વખતે ફિરદૌસને રીક્ષાની બેઠકમાં એક પર્સ પડી હોવાનું નજર આવ્યું હતું. તેમણે તરત જ રીક્ષા રોકીને તપાસ કરી, અને અંદરથી એક કિંમતી પર્સ મળ્યું હતું .પેસેન્જરની ઉતાવળને કારણે તે ભૂલી ગયા હતા. ફિરદૌસએ વિચાર્યું નહીં કે આ તેમની તકદીર છે, પરંતુ તરત જ સહજાનંદ સોસાયટી તરફ રવાના થયા. ત્યાં પહોંચીને તેમણે આખી ઘટના કહી અને પર્સ મહિલા પેસેન્જરને સોંપી દીધું હતું. પર્સની અંદર સોનાના કિંમતી દાગીના અને રોકડ રકમ મળી આવી હતી , જે પેસેન્જર માટે અમૂલ્ય સામાન હતું.
આ કિસ્સો ગોધરા શહેરમાં ઝડપથી ફેલાયો છે. લોકો ફિરદૌસને 'પ્રમાણિક રીક્ષાવાળા' તરીકે ઓળખી રહ્યા છે.
આવી વાર્તાઓથી આશા જાગે છે કે સમાજમાં સારું હજુ બાકી છે. આપણે પણ પ્રમાણિકતાને પ્રોત્સાહન આપીએ.