ગોધરાના તળાવમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો લોકોમાં શોક અને ચિંતાનો માહોલ સર્જાયો...
ગોધરાના, સીતા તળાવ ખાતે અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો - ફાયર વિભાગની ટીમ દ્વારા બહાર કઢાયો
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં એક દુખદ ઘટના સામે આવી છે. ગોધરા તાલુકાના પ્રખ્યાત સીતા તળાવ ખાતે એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. સ્થાનિક લોકોની જાણ પર પહોંચેલા ફાયર વિભાગના જવાનોએ ભારે મહેનતથી મૃતદેહને તળાવમાંથી બહાર કાઢ્યો છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોક અને ચિંતાનો માહોલ સર્જયો છે
મૃતકની ઓળખ થઈ નથી, અને પોલીસ તપાસ કરી રહી છે , તાજેતરમાં અહીં ડૂબવાની કેટલીક ઘટનાઓ બની છે, જેના કારણે સ્થાનિકોમાં ભયનું
વાતાવરણ છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, અને તપાસ ચાલુ છે. પરિવારજનોને શોધવા માટે પણ પ્રયાસો શરૂ થયા છે