પંચમહાલમાં ગેરરીતિઓ કરતી હોસ્પિટલો સામે કડક કાર્યવાહી, દીપ હોસ્પિટલને સસ્પેન્ડ કરાઈ એકને શો લોઝ નોટિસ ફટકારાઈ...
*પંચમહાલ જિલ્લામાં સરકારી યોજનામાં ગેરરીતિઓ સામે રાજ્યની કડક કાર્યવાહી,
જેમાં જિલ્લાની એક હોસ્પિટલ સસ્પેન્ડ કરવામાં આવી એકને શો-કોઝ નોટિસ ફટકારાઈ
પંચમહાલ જિલ્લામાં કેન્દ્ર સરકારની પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના અને ગુજરાત સરકારની “મા” યોજના હેઠળ સારવાર આપતી હોસ્પિટલોમાં ગેરરીતિઓના સંકેત મળી આવતા હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આકસ્મિક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ચકાસણી દરમ્યાન યોજનાની માર્ગદર્શિકાનું પાલન ન થતું હોવાનું સ્પષ્ટ થયા બાદ ગોધરાની દીપ હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે, જ્યારે કાલોલની માં ચિલ્ડ્રન હોસ્પિટલને કારણ દર્શક નોટિસ પાઠવવામાં આવી છે.રાજ્ય સ્તરે PMJAY-MA યોજનાનો દુરુપયોગ કરતી હોસ્પિટલોના વિરુદ્ધ સરકાર કડક વલણ અપનાવી રહી છે અને તાજેતરનું આ પગલું પણ એ જ અભિગમનું એક ઉદાહરણ છે.
ગોધરા ખાતેની દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ અને નિયોનેટલ કેર ની તપાસમાં PICU અને NICU વિભાગ ના માપદંડો અનુસરતા ન હોવાની હકીકત સામે આવી હતી એક્સપાયર્ડ થયેલી દવાઓ મળી આવી હતી MBBS ડોક્ટર ગેરહાજર જોવા મળ્યા હતા,
આ ઉપરાંત યોજનાના લાભાર્થીઓને માહિતી સરળતાથી મળી રહે તે માટે ફરજિયાત રાખવામાં આવેલ સ્કીમ ઈન્ફર્મેશન કિઓસ્ક પણ હોસ્પિટલમાં સ્થાપિત કરાયો ન હતો. તથા ઇન્ફેક્શન કંટ્રોલ ગાઈડલાઈનનું પાલન પણ યોગ્ય રીતે ન થતું હોવાનું તપાસમાં નોંધાયું છે, આ તમામ ગંભીર ખામીઓને ધ્યાનમાં લેતા આરોગ્ય વિભાગે દીપ હોસ્પિટલને સસ્પેન્ડ કરી દીધી છે.