રાજ્યમાં કમોસમી વરસાદથી ખેતીના પાકને થયેલ નુકશાન સામે સરકારની મોટી જાહેરાત..
રાજ્યમાં કમોસમી વરસાદથી ખેતીના પાકને થયેલ નુકસાન સામે સરકારની મોટી જાહેરાત
10,000 કરોડની માતબર રકમનું કૃષિ રાહત-સહાય પેકેજ જાહેર
મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.
રાજ્યમાં તાજેતરમાં થયેલા અસાધારણ કમોસમી વરસાદથી વિવિધ જિલ્લાઓમાં ખેતીના પાકને થયેલ નુકસાન સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે અસરગ્રસ્ત ધરતીપુત્રોની પડખે ઉભા રહી આશરે ₹10,000 કરોડની માતબર રકમનું કૃષિ રાહત-સહાય પેકેજ જાહેર કર્યું છે
આ ઉપરાંત, રાજ્ય સરકાર દ્વારા આગામી તા.9 નવેમ્બરથી આશરે ₹15,000 કરોડથી વધુના મૂલ્યની મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી પણ કરવામાં આવશે.