પંચમહાલ મગફળીની આડમાં "મદિરા" ની હેરાફેરી LCB પોલીસે કર્યો પર્દાફાશ..

 ગોધરા LCB પોલીસે ક્રિમિનલ કાર્યવાહીમાં મોટી સફળતા હાંસલ કરી છે


મગફળીની આડમાં છુપાવી લઈ જવાતો 61 લાખ રૂપિયા ઉપરાંતનો દારૂ પકડી પાડ્યો છે 



મોરવા હડફ તાલુકાના વાડોદર ગામમાંથી ગોધરા LCB પોલીસની ટીમે મોટી કાર્યવાહી કરી છે. મળતી માહિતી અનુસાર, પોલીસને ગુપ્ત માહિતી મળી હતી કે એક ટ્રકમાં મોટો જથ્થો દારૂની બોટલ ક્વાટરિયા લઈ જવાઈ રહ્યો છે. રોડ પર નાકાબંધી કરી, અને તપાસ દરમિયાન ટ્રકમાંથી મગફળીની આડમાં છુપાવેલો દારૂની બોટલ ક્વાટરિયા જપ્ત થયો હતો અને ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે 


પંચમહાલ જિલ્લામાં ગુનેગારો પર કડક કાર્યવાહી ચાલુ છે. મોરવા હડફ તાલુકાના વાડોદર ગામમાં રોડ પર નાકાબંધી કરીને ગોધરા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) પોલીસે મોટી સફળતા મેળવી છે. મગફળીની આડમાં છુપાવીને લઈ જવાતો ક્વાટરિયા તથા દારૂની બોટલો 18304 નંગ જપ્ત કરવામાં આવ્યો છે, જેની કિંમત આશરે 61.53 લાખ રૂપિયા છે. આ સાથે ટ્રક અને સિફ્ટ ગાડી સહિત કુલ મુદ્દામાલની કિંમત 77.16 લાખ રૂપિયા પહોંચી છે.

આ કાર્યવાહીથી ડ્રગ્સ માફિયાઓમા ફફડાટ ફેલાયો છે. 

પોલીસે મોરવા પોલીસ સ્ટેશને ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે

Popular posts from this blog

ગોધરાની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતાનું મોત થતા હોબાળો તબીબની બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ

અન્ય રાજ્યોમાંથી વાહનોની ચોરી કરી, તેના એન્જિન અને ચેસિસ નંબર બદલી, ખોટી નંબર પ્લેટ લગાવી વાહનો વેચાણ કરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે.