ગોધરાની ખાનગી હોસ્પિટલમાં ડિલિવરી દરમિયાન પ્રસુતાનું મોત બે બાળકોની માતાનું મૃત્યુ થતાં શોકની લાગણી ફેલાઈ પરિવારજનોએ હોસ્પિટલમાં મચાવ્યો હોબાળો ડિલિવરી દરમ્યાન તબીબની બેદરકારીથી મહિલાનું મૃત્યુ થયુ હોવાનો પરિવારજનોનો આક્ષેપ મળતી માહિતી મુજબ, રિઝવાનાને પ્રસૂતિ માટે સારા મધર હેલ્થ કેર હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. પરિવારજનોના જણાવ્યા અનુસાર, થોડા સમય બાદ તબીબોએ જણાવ્યું કે રિઝવાનાનું બ્લડ પ્રેશર અચાનક વધી ગયું છે. . દર્દીને ગોધરાના મઝાહિર મીઠીબોરવાલા પાસેની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તબીબોએ રિઝવાનાનું બ્લડ પ્રેશર ઓછું થઈ ગયાનું જણાવ્યું હતું, આમ, બંને તબીબોના નિવેદનમાં મોટો વિરોધાભાસ જોવા મળ્યો છે.પ્રસૂતાના મોત બાદ રોષે ભરાયેલા સ્વજનોએ સારા મધર એન્ડ હેલ્થ કેર હોસ્પિટલ ખાતે હોબાળો મચાવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચીને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી.હાલ પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી છે. તબીબી બેદરકારીના આક્ષેપોને પગલે સ્થાનિક આરોગ્ય વિભાગ ઘટનાની વિગતો મેળવે છે કે કેમ તે જોવું રહ્યું.
પંચમહાલ પોલીસે એક મોટી સફળતા હાંસલ કરી છે. અન્ય રાજ્યોમાંથી વાહનોની ચોરી કરી, તેના એન્જિન અને ચેસિસ નંબર બદલી, ખોટી નંબર પ્લેટ લગાવી વાહનો વેચાણ કરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગના એક સભ્યની ધરપકડ સાથે ત્રણ ચોરાયેલા વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે. પંચમહાલ જિલ્લાની એસઓજી પોલીસ ટીમે ગુપ્ત માહિતીના આધારે આ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ગેંગ હરિયાણા અને રાજસ્થાન જેવા રાજ્યોમાંથી વાહનોની ચોરી કરી, તેના ચેસિસ અને એન્જિન નંબરમાં ફેરફાર કરી, ખોટી નંબર પ્લેટ લગાવીને ખોટી એન ઓ સી બનાવી આ વાહનો બજારમાં વેચાણ કરવામાં આવતા હતા પોલીસે આ ગેંગના એક મુખ્ય સભ્યની ધરપકડ કરી છે અને તેની પાસેથી ત્રણ ચોરાયેલા વાહનો જપ્ત કર્યા છે.