ગોધરામાં SIR ની કામગીરીના ભારણને લઈ શિક્ષકની આત્મહત્યાની ચીમકીથી ખળભળાટ...
ગોધરામાં SIR ની કામગીરીના ભારણને લઈ શિક્ષકે આત્મહત્યાની ચીમકી ઉચ્ચારી
અધિકારીઓ માનસિક ત્રાસ આપતા હોવાનો આક્ષેપ કરી વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કરતા ખળભળાટ
પ્રાપ્ત વિગતો મુજબ, ગોધરાના શિક્ષક વિનુ બામણીયાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ કર્યો હતો. જેમાં તેમણે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, તેઓ SIR ની કામગીરી માટે મોડી રાત સુધી જાગીને મહેનત કરે છે. આમ છતાં, તંત્રના જવાબદાર અધિકારીઓ દ્વારા તેમને સતત માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે અને હેરાનગતિ કરવામાં આવે છે. કામગીરીના અસહ્ય ભારણ અને દબાણથી માનસિક રીતે ભાંગી પડેલા વિનુ બામણીયાએ અંતે આત્મહત્યા કરવાની ચીમકી ઉચ્ચારી હતી