પંચમહાલમાં SIR અંગે મેગા કેમ્પ યોજાશે..
પંચમહાલ જિલ્લામાં મતદાર યાદી 2026 સુધારણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે
29 અને 30 નવેમ્બર 2025 ના રોજ જિલ્લાની દરેક મામલતદાર કચેરી ખાતે SIR મેગા કલેક્શન કેમ્પ યોજાશે
29 નવેમ્બરે બપોરે 12 થી સાંજના 5 વાગ્યા સુધી અને 30 નવેમ્બરે સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી SIR ની કામગીરી હાથ ધરવામાં આવશે
મતદારોનું નામ અથવા દાદા,દાદી/માતા,પિતા નું નામ 2002 ની મતદાર યાદી માં ના હોય તેવા કિસ્સામાં પુરાવા અંગે માર્ગદર્શન આપવામાં આવશે
જિલ્લાના મતદારોને આ કેમ્પનો લાભ લેવા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે