ગોધરામાં બે દિવસીય SIR મેગા કેમ્પ યોજાયો નાગરિકોએ સુવિધાનો લાભ લીધો..
ગોધરામાં બે દિવસીય SIR મેગા કેમ્પ યોજાયો
નાગરિકોએ મેપિંગ અને ફોર્મ ભરવાની સુવિધાનો લાભ લીધો
ગોધરા તાલુકા સેવાસદન કમ્પાઉન્ડ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બે દિવસીય SIR મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યવ્યાપી SIR અભિયાનના ભાગરૂપે આ કેમ્પ ૨૯ અને ૩૦ તારીખ દરમિયાન યોજાયો હતો.
આ કેમ્પમાં નાગરિકોને પોતાનું મેપિંગ કરાવવા અને ૨૦૦૨ની મતદાર યાદીમાં નામ ન હોવાથી જરૂરી દસ્તાવેજોના આધારે SIR માટેના ફોર્મ ભરવાની સુવિધા પૂરી પાડવામાં આવી હતી.
નાગરિકોને કોઈ અગવડતા ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાયૅકૅમ સમયે કાઉન્સિલર ગૌરીબેન જોષી, તેમજ ભાજપ સંગઠન ઉપપ્રમુખ મહેશ કામનાની ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નાગરિકોને SIR પ્રત્યે જાગૃત કર્યા હતા.