ગોધરામાં હિંસક શ્વાનોને પકડવા તંત્રની ગંભીર બેદરકારી, બે દિવસમાં 25 થી વધુ લોકોને શ્વાન કરડવાના કેસ નોંધાતા સ્થાનિકોમાં ભયનો માહોલ..
હિંસક શ્વાનોને પકડવા તંત્રની ગંભીર બેદરકારી,ગોધરા શહેર અને તાલુકામાં બે દિવસમાં 25 થી વધુ લોકોને શ્વાન કરડવાના કેસ નોંધાતા સ્થાનિકોમાં ભયનો માહોલ,
ગોધરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા શ્વાનોનો ત્રાસ ચિંતાજનક સ્તરે પહોંચી ગયો છે.
તાલુકામાં માં બે દિવસમાં 34 થી વધુ લોકોને રખડતા શ્વાને કરડવાના કેસ નોંધાયા છે.
ગોધરા નાં રાંટા પ્લોટ, ધામરોદ ગામ સહીત નાં વિસ્તારોમાં નાના બાળકો ઉપર રખડતા શ્વાને અચાનક ઝપાટો બોલાવતાં શરીરનાં અલગ અલગ ભાગોમાં ગંભીર ઈજા પહોંચી હતી.
રખડતા શ્વાન નાં હુમલાનો ભોગ બનેલાને તાત્કાલિક ગોધરા સિવિલ ખસેડાયા હતા.
લોકો માં ગભરાટ ફેલાયો છે અને લોકો ઘરની બહાર નીકળતા ડર અનુભવી રહ્યા છે. નગરપાલિકા દ્વારા શ્વાનોને પકડવાના કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી તંત્ર સામે લોકોનો રોષ જોવા મળી રહ્યો છે