પંચમહાલમાં બોગસ લગ્ન કૌભાંડ,50 લાખની કમાણીનો દાવો,તલાટી સસ્પેન્ડ...
"પંચમહાલમાં બોગસ લગ્ન નોંધણી કૌભાંડ: તલાટીનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ ,
50 લાખની કમાણીનો દાવો" તલાટીને કરાયો સસ્પેન્ડ
પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના કનજી પાણી ગામ માં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બોગસ લગ્ન નોંધણીના નામે થયેલા મોટા કૌભાંડમાં તલાટી અર્જુન મેઘવાળનો વાયરલ વિડિયો સોશિયલ મીડિયા પર ફેલાઈ રહ્યો છે. આ વિડિયોમાં તલાટી પોતાની કમાણીની વાત કરતા જોવા મળે છે.
"આ વિડિયો વાયરલ થતાં જ તંત્ર દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવી છે તલાટી અર્જુન મેઘવાળાને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સમગ્ર મામલે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તપાસ ના આદેશ આપવામાં આવ્યા છે