ગોધરામાં 6 ભેંસોના અચાનક મોત, ફૂડ પોઈઝનિંગની શંકા: પશુ વિભાગના અધિકારીઓ દ્વારા બેદરકારીનો તબેલાના માલિકનો આક્ષેપ
ગોધરામાં 6 ભેંસોના અચાનક મોત, ફૂડ પોઈઝનિંગની શંકા: પશુ વિભાગના અધિકારીઓ દ્વારા બેદરકારીનો તબેલાના માલિકનો આક્ષેપ
ગોધરા પશ્ચિમ વિસ્તારમાં એક ભેંસના તબેલામાં ફૂડ પોઈઝનિંગ જેવી ગંભીર ઘટના સામે આવી છે, જેમાં એક જ રાત્રિમાં કુલ 6 ભેંસોના મોત થયા છે. પ્રાથમિક તપાસમાં ઘાસમાં ઝેરી પદાર્થ કે પોઈઝનિંગની શંકા વ્યક્ત કરવામાં આવી છે.આ ઘટના બાદ સ્થળ પરથી ઘાસ અને પાણીના નમૂનાઓ એકત્રિત કરીને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.તબેલાના માલિકે આક્ષેપ કર્યો છે કે તેમણે રાત્રે 9:30 થી 10:00 વાગ્યાની વચ્ચે વેટરનરી દવાખાના અને ગાંધીનગરમાં જાણ કરી હતી, પરંતુ અધિકારીઓ બીજા દિવસે બપોરે 4 વાગ્યે પહોંચ્યા હતા. માલિકનું કહેવું છે કે જો સમયસર સારવાર મળી હોત તો તેમની ભેંસો બચાવી શક્યા હોત
માલિકના આક્ષેપોને ધ્યાનમાં લઈને પશુ વિભાગ હાલ તપાસમાં સક્રિય થયો છે. લેબ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી અને જવાબદારી નક્કી કરવામાં આવશે.