ગોધરા બસ ડેપો ખાતે 6.33 કરોડના ખર્ચે નિર્માણ થનાર એસ.ટી.વર્કશોપનું ખાતમુહૂર્ત કરાયું
ગોધરા બસ ડેપો ખાતે 6.33 કરોડના ખર્ચે તૈયાર થનાર એસ.ટી.વર્કશોપનું ખાતમુહૂર્ત કરાયું
આર.સી.સી. ફ્રેમ સ્ટ્રકચર વાળું સુવિધા યુકત આધુનિક નવિન વર્કશોપનું રાજ્યમંત્રી રમેશ કટારાની અધ્યક્ષતામાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
ગોધરા એસટી વિભાગનું પ્રથમ વર્કશોપ અત્યાધુનિક સુવિધાઓ સાથે 6.33 કરોડના ખર્ચે આકાર લઇ રહ્યું છે
જેથી વર્તમાન સમયમાં એસટી વર્કશોપમાં પડતી અગવડતાઓ દૂર થશે અને એક સાથે વધુ એસટી બસની મરામત સહિતની જરૂરી કામગીરી કરી શકાશે.
આ પ્રસંગે કાર્યક્રમમાં એસટી નિયામક એ.કે ખાંટ એસ.ટી. વિભાગના અધિકારીઓ, કર્મચારી યુનિયનના હોદ્દેદારો સહિત વર્કશોપના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.