ગોધરાની મેશરી નદીમાં વધતું પ્રદૂષણ ચિંતાનો વિષય નદી પ્રેમીઓમાં આક્રોશ...
ગોધરાની મેશરી નદીમાં વધી રહેલું પ્રદૂષણ ગંભીર ચિંતાનો વિષય
માનવ અધિકાર આયોગની સ્પષ્ટ સૂચનાઓ છતાં નદી મુદ્દે કોઈ કાર્યવાહી ન થતાં નદી પ્રેમીઓમાં આક્રોશ
નગરપાલિકા તંત્ર પર બેદરકારીના ગંભીર આક્ષેપ
ગોધરાની મેશરી નદીમાં વધી રહેલું પ્રદૂષણ ગંભીર ચિંતાનો વિષય બન્યો છે
મેશરી નદીમાં અતિશય ગંદકી, કચરો અને જોખમી પ્રદૂષણ અંગે અનેક વખત લેખિત રજૂઆતો કરવામાં આવી છે.
જોકે, નગરપાલિકા દ્વારા એક પણ અસરકારક પગલું ન લેવાતા આ મામલો માનવ અધિકાર આયોગ સુધી પહોંચ્યો છે.
હાલ આયોગમાં દાખલ પીટીશનની સુનાવણી ચાલી રહી છે અને તંત્રને નદીમાંથી ગંદકી દૂર કરવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. આયોગની સૂચનાઓ છતાં, નદીમાં કોઈ સફાઈ કામગીરી શરૂ થઈ નથી. નદીકાંઠે માત્ર દેખાડો પૂરતા 'કચરો ન નાખો' જેવા બોર્ડ લગાવવામાં આવ્યા છે, છતાં રોજબરોજ વધુને વધુ કચરો નદીમાં ઠલવાતો જાય છે, નદીનું પાણી કાળું થઈ રહ્યું છે અને શહેરમાં જનસ્વાસ્થ્ય પર મોટો ખતરો ઊભો થઈ રહ્યો છે. નાગરિકોમાં પણ આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ત્યારે નગરપાલિકાની નિષ્ક્રિયતા સામે સવાલો ઉઠી રહ્યા છે.
.ડૉ. સુજાત વલીએ શહેરના ધારાશાસ્ત્રીઓ, ડોક્ટરો, બુદ્ધિજીવીઓ અને નદીપ્રેમીઓને નદી બચાવવા માટે આગળ આવવા અપીલ કરી છે.
આગામી દિવસોમાં માનવ અધિકાર આયોગ શું કડક પગલાં લે છે અને નગરપાલિકા જાગૃત થાય છે કે નહીં તે શહેર માટે ચર્ચાનો વિષય બન્યો છે.