ગેસ બોટલમાં બ્લાસ્ટ ત્રણ મકાનમાં આગ
દાહોદ સિંગવડ તાલુકાના બરેલા ગામે મકાનમાં ગેસ બોટલ બ્લાસ્ટ થતા ત્રણ મકાનમાં લાગી આગ
ગોધરા ફાયર બ્રિગેડ ની ટીમને જાણ થતા ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો
દાહોદ જિલ્લામાંથી એક દુખદ અને ભયાનક સમાચાર સામે આવ્યા છે. સિંગવડ તાલુકાના બરેલા ગામમાં એક ગેસ બોટલમાં અચાનક ધડાકો થતાં આસપાસના 3 મકાનોમાં ભયંકર આગ લાગી હતી. આ ઘટના મોડી રાત્રે બની હોવાનું જાણવા મળે છે.
હાલમાં જાનહાનિની કોઈ ખબર નથી, પરંતુ મિલકતને અપાર નુકસાન થયું છે.
બરેલા ગામમાં ગ્રામીણ વિસ્તારમાં આવેલા આ નાના ગામમાં ગેસ બોટલમાંથી અચાનક લીકેજ થયું અને તેના કારણે મોટો ધડાકો થયો હતો. આ ધડાકાના કારણે આગની લપેટો ઝડપથી ફેલાઈ અને નજીકના 3 મકાનોને લપેટમાં લીધા હતા
ઘટનાની જાણ ગોધરા ફાયર બ્રિગેડને થઈ હતી જાણ થતા તાત્કાલિક ગોધરા ફાયર વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો સદ્દનસીબે કોઈ જાનહાનિ થઈ નથી