ગોધરા શહેરા ભાગોળ અંદરબ્રિજનું કાર્ય માર્ચ સુધીમાં પૂર્ણ થશે...
પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરે આજે ગોધરા રેલવે સ્ટેશનની લીધી મુલાકાત
અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ચાલી રહેલા પુનર્વિકાસકાર્યોનું વિગતવાર ઓરલ ઇન્સ્પેક્શન કર્યું
શહેરા ભાગોર અંડરબ્રિજનું કાર્ય માર્ચ સુધીમાં પૂર્ણ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો
જનરલ મેનેજરે જણાવ્યું હતું કે “ગોધરા જંક્શન અત્યંત મહત્વનું સ્ટેશન છે અને અહીંના પુનર્વિકાસના કામ ઝડપથી પૂર્ણતાની તરફ આગળ વધી રહ્યાં છે. મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે અને બાકી રહેલું કામ પણ ટૂંક સમયમાં પૂર્ણ થશે.”
શહેરા ભાગોર અંડરબ્રિજનું કામ ખોરંભે ચઢતા સ્થાનિક લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે તે અંગે પત્રકારોના પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે રેલ્વે અને આર એન્ડ બી વચ્ચે બેઠક યોજાઈ હતી આશા છે કે માર્ચ મહિનામાં કાર્ય પૂર્ણ થઈ જશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો