ગોધરા ખાતે સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબના મિલાદના અવસરે મેરેથોન ઇવેન્ટનું આયોજન કરાયું..
સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબના મિલાદના અવસરે ગોધરા ખાતે મેરેથોન ઇવેન્ટનું આયોજન કરવામા આવ્યું
જાહેર આરોગ્ય અંગે જાગૃતિ લાવવા , દાઉદી બોહરા સમાજની ટોલોબા ગોધરા દ્વારા મેરાથોન ઇવેન્ટનું આયોજન કરાયું હતું
આ મેરાથોન કાર્યક્રમ એમએસબી લિલેસરા, ખાતે યોજાયો હતો, જેમાં જનતાએ વય જૂથ અનુસાર ત્રણ કેટેગરીમાં ભાગ લીધો હતો.
આ અવસરે ટોલોબા ગોધરાએ વિશેષ મહેમાન તરીકે ડેફઓલિમ્પિકમાં ૧૦ મીટર શૂટિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ વિજેતા મોહમ્મદ વણિયાને આમંત્રિત કર્યા હતા.
મોહમ્મદ વણિયાએ પોતાની ઉપસ્થિતિથી સૌને પ્રેરિત કર્યા અને દૈનિક જીવનમાં આરોગ્ય, રમતગમત અને શારીરિક પ્રવૃત્તિઓના મહત્વ અંગે લોકોને જાગૃત કર્યા હતા
જનતાએ મોહમ્મદ વણિયાની સિદ્ધિ માટે તેમની પ્રશંસા કરી અને અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ ગોધરા દાઉદી બોહરા સમાજના જનાબ આમિલ સાહેબએ પણ તેમની પ્રશંસા કરી હતી અને કાર્યક્રમમાં ભાગ લેનાર સૌએ સ્વસ્થ જીવન જીવવાની અને શારીરિક પ્રવૃત્તિઓ તથા રમતગમતને મહત્વ આપવાની પ્રતિજ્ઞા લીધી.