વન અધિકારીઓ પર થયેલા હુમલાની ઘટનામાં ચૈતર વસાવાની તીખી પ્રતિક્રિયા..
બનાસકાંઠા જિલ્લાના અંબાજી નજીકના પડલિયા ગામમાં ગઈ કાલે થયેલી હિંસક ઘટના બાદ રાજકીય વાતાવરણ ગરમાવવા લાગ્યું છે. વન વિભાગના અધિકારીઓ અને પોલીસની ટીમ પર આદિવાસીઓના જૂથે પથ્થર અને તીરોથી હુમલો કર્યો હતો, જેમાં ૪૭થી વધુ અધિકારીઓ ઘાયલ થયા હતા. આ ઘટના જમીન વિવાદને કારણે થઈ હોવાનું કહેવામાં આવે છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ તીખી પ્રતિક્રિયા આપી છે.
"વસાવાનો આક્ષેપ છે કે આ ઘટના સરકારની નીતિઓનું પરિણામ છે. વન વિભાગ આદિવાસીઓની જમીનો પર કબજો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, જે લાંબા સમયના અન્યાયને કારણે થયો છે. વસાવાએ કહ્યું હતું કે આદિવાસીઓના અધિકારોનું રક્ષણ કરવાને બદલે સરકાર તેમને દબાવવાનો પ્રયાસ કરે છે. આવી ઘટનાઓ અટકાવવા માટે તાત્કાલિક તપાસ અને જવાબદારી નક્કી કરવી જોઈએ.
, જેમા તેઓએ વન વિભાગ અને સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે
તેમણે આ ઘટનાને વન અધિકારોના ઉલ્લંઘન સાથે જોડી છે.