ગોધરામાં પંચમહાલ શિક્ષણ પ્રચારક મંડળ દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે મહત્વની પહેલ કરવામાં આવી

 ગોધરામાં પંચમહાલ શિક્ષણ પ્રચારક મંડળ દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે મહત્વની પહેલ કરવામાં આવી 

 મંડળ દ્વારા બે દિવસીય રાષ્ટ્રીય સેમિનાર તથા કાર્યશાળાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું 



આ સેમિનારમાં રાજ્યભરમાંથી આવેલા શિક્ષણવિદો, નિષ્ણાતો અને શિક્ષકોએ ભાગ લીધો હતો. કાર્યશાળામાં આધુનિક શિક્ષણ પદ્ધતિઓ, વિદ્યાર્થીઓના વિકાસ અને શૈક્ષણિક નવીનતાઓ પર ચર્ચા કરવામાં આવશે. 


બે દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં વિવિધ સત્રોના વક્તાઓ પોતાના વિચારો રજૂ કરશે અને પ્રતિભાગીઓને માર્ગદર્શન આપશે.પંચમહાલ શિક્ષણ પ્રચારક મંડળના અધિકારીઓએ જણાવ્યું કે, આવા કાર્યક્રમો દ્વારા સ્થાનિક સ્તરે શિક્ષણની ગુણવત્તા વધારવામાં મદદ મળશે.  

ગુરુ ગોવિંદ યુનિવર્સિટીના કુલપતિ ડો હરિભાઈ કાતરિયાએ જણાવ્યું હતું કે બે દિવસીય રાષ્ટ્રીય સેમિનારમાં, 

નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિનો જે આગ્રહ કરવામાં આવ્યો છે તેને જમીન પર કેવી રીતે લાવી શકીએ એનું મંથન કરવામાં આવશે 


આ પ્રસંગે ડૉ વી પી ચોતરિયા,

ડૉ એમ બી પટેલ,ડૉ રૂપેશ નાયક

સહિત ઓર્ગેનાઇઝર પ્રમુખ

ભૂપેશ શાહ અને મોટી સંખ્યામાં શિક્ષણવિદો ઉપસ્થિત રહ્યા હતા 


બાઈટ:- ડૉ.હરિભાઈ કાતરિયા

કુલપતિ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા

Popular posts from this blog

ગોધરાની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતાનું મોત થતા હોબાળો તબીબની બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ

અન્ય રાજ્યોમાંથી વાહનોની ચોરી કરી, તેના એન્જિન અને ચેસિસ નંબર બદલી, ખોટી નંબર પ્લેટ લગાવી વાહનો વેચાણ કરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે.