ગોવિંદ ગુરુ યુનિવર્સિટી વિંઝોલ ખાતે મહામૂહિમ રાજ્યપાલશ્રીના વરદ હસ્તે સાત મો દિક્ષાંત સમારોહ યોજાશે...
ગોવિંદ ગુરુ યુનિવર્સિટી વિંઝોલ ખાતે આગામી 20 ડિસેમ્બર ના રોજ સાતમો દિક્ષાંત સમારોહ યોજાશે
મહામહિમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના વરદ્ હસ્તે વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરશે.
પંચમહાલ જિલ્લાની વિંઝોલ ખાતે આવેલ ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે આગામી 20 ડિસેમ્બર ના રોજ સાતમો દિક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે સમારોહમાં મહામહિમ રાજ્યપાલશ્રી દેવવ્રત ખાસ ઉપસ્થિત રહેશે અને વિધાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવશે
આ સમારોહમાં યુનિવર્સિટીના વિવિધ અભ્યાસક્રમોના સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓને ડિગ્રીઓ આપવામાં આવશે. આ કાર્યક્રમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે ખાસ મહત્વનો છે, કારણ કે રાજ્યપાલની ઉપસ્થિતિ આ સમારોહને વધુ પ્રતિષ્ઠિત બનાવશે. યુનિવર્સિટી કેમ્પસમાં તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી ત્રિકમ છાંગા અને રમેશ કટારા પણ હાજર રહે તેવી શક્યતા છે.