પાવાગઢ ખાતે પંચમહોત્સવની શરૂઆત,પાર્થિવ ગોહિલ ઓસમાન મીર સગરદાન ગઢવી કિંજલ દવે ધૂમ મચાવશે
પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની તળેટીમાં આવેલા વડા તળાવ ખાતે પંચમહોત્સવ 2025ની ભવ્ય શરૂઆત થઈ રહી છે.
યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ચાંપાનેર-પાવાગઢના આંગણે આયોજિત આ મહોત્સવ 25થી 28 ડિસેમ્બર સુધી ચાર દિવસ ચાલશે અને ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિ, વારસો અને પ્રવાસનને પ્રોત્સાહન આપશે.
આ મહોત્સવમાં લોકનૃત્ય, લોકસંગીતના કાર્યક્રમો, પ્રખ્યાત કલાકારો જેવા કે પાર્થિવ ગોહિલ, ઓસ્માન મીર, સગરદાન ગઢવી અને કિંજલ દવેના ગીતોના સૂરો ગુંજશે. સાથે જ હેરિટેજ વોક, ક્રાફ્ટ બજાર, ફૂડ બજાર, નેચર ટ્રેઇલ, એડવેન્ચર એક્ટિવિટીઝ અને ફેમિલી એન્ટરટેઇનમેન્ટનો પણ સમાવેશ થયો છે.