રાજયકક્ષાના મંત્રી રમેશ કટારાની અધ્યક્ષતામાં મોરવા (હડફ) ખાતે નવીન 'તાલુકા સેવા સદન'નું ભવ્ય ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો
રાજયકક્ષાના મંત્રી રમેશ કટારાની અધ્યક્ષતામાં મોરવા (હડફ) ખાતે નવીન 'તાલુકા સેવા સદન'નું ભવ્ય ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો
પંચમહાલ જિલ્લાના મોરવા (હડફ) તાલુકામાં અંદાજિત 9 કરોડ રૂપિયાના ખર્ચે બનનારા આધુનિક તાલુકા સેવા સદનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
આ નવીન તાલુકા સેવા સદનમાં વિવિધ સરકારી કચેરીઓ એક જ છત નીચે કાર્યરત થશે. જેમાં સીટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટની કચેરી, પેટા કચેરીઓ અને અનુસૂચિત જનજાતિ વિભાગની કચેરીનો સમાવેશ થાય છે.
આનાથી લોકોને અલગ-અલગ કચેરીઓના ધક્કા ખાવા પડશે નહીં અને ઝડપી તથા પારદર્શી સેવાઓ મળી રહેશે. આ સેવા સદન આધુનિક ટેક્નોલોજીથી સજ્જ હશે.
આ પ્રસંગે મંત્રી રમેશ કટારાએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ પ્રજાના હિતને ધ્યાનમાં રાખીને શરૂ કરાયો છે અને તેનાથી તાલુકાના વિકાસને વેગ મળશે.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય નીમિષાબેન સુથાર, જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા, તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો સહિત સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.