પંચમહોત્સવના અંતિમ દિવસે મહેરામણ ઉમટી પડયો કિંજલ દવેના ગીતોના તાલે ભીડ ઝૂમી ઉઠી...
પાવાગઢ વડાતલાવ ખાતે પંચમહોત્સવના અંતિમ દિવસે કિંજલ દવેના ગીતોના તાલે ભીડ ઝૂમી ઉઠી
ગુજરાતની વિશ્વ ધરોહર સ્થળ ચાંપાનેર-પાવાગઢના વડાતલાવ ખાતે યોજાયેલા પંચમહોત્સવ નો આજે અંતિમ દિવસ હતો. આ મહોત્સવના છેલ્લા દિવસે લોકપ્રિય ગુજરાતી ગાયિકા કિંજલ દવેના સુરીલા ગીતો સાંભળવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
પાવાગઢના વડાતલાવ પાસે આયોજિત પંચમહોત્સવ 2025નો આજે છેલ્લો દિવસ હતો અને આ દિવસને વધુ યાદગાર બનાવવા માટે ગરબા ક્વીન તરીકે જાણીતી કિંજલ દવેનો લાઇવ પર્ફોર્મન્સ રાખવામાં આવ્યો હતો. કિંજલ દવેના પ્રખ્યાત ગીતો જેમ કે 'ચાર બંગડી વાળી ગાડી', 'વિછુડો' અને અન્ય લોકગીતોના તાલે દર્શકો ઝૂમી ઉઠ્યા હતા.આ વર્ષે પંચમહોત્સવ માં પાર્થિવ ગોહિલ, ઓસમાન મીર, સગરદાન ગઢવી અને કિંજલ દવે જેવા જાણીતા કલાકારોએ પર્ફોર્મન્સ આપ્યા હતા. પરંતુ અંતિમ દિવસે કિંજલ દવેના કાર્યક્રમને જોવા માટે સૌથી વધુ ભીડ જોવા મળી. દૂર-દૂરથી આવેલા ચાહકો મેદાનમાં ઊભરાઈ ગયા હતા અને ગીતોના તાલે નાચીને મોડી રાત સુધી મોજ માણી હતી. પંચમહોત્સવના આયોજન માટે ગુજરાત ટૂરિઝમ અને જિલ્લા વહીવટી તંત્રને લોકોએ અભિનંદન પાઠવ્યા છે.
પંચમહોત્સવના સફળ સમાપન સાથે પાવાગઢનું આ ઐતિહાસિક સ્થળ ફરી એકવાર સાંસ્કૃતિક રંગે રંગાયું.