રાજ્ય પોલીસવડા વિકાસ સહાય ગોધરાની આકસ્મિક મુલાકાતે પોલીસ અધિકારીઓ સાથે યોજી બેઠક...

 રાજ્યના પોલીસવડા વિકાસ સહાય ગોધરા શહેરની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા 


  એસ.પી. કચેરીએ રાજ્ય પોલીસ વડા નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું  



નિવૃત્તિ પૂર્વે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.ઉલ્લેખનીય છે કે વિકાસ સહાયે ભારતીય પોલીસ સર્વિસમાં જોડાયા બાદ પોતાની કારકિર્દીની શરૂઆત ગોધરા ખાતેથી કરી હતી. વર્ષ 1991 માં તેઓ ગોધરા ખાતે અજમાયશી અધિક જિલ્લા પોલીસ વડા તરીકે ફરજ સંભાળી હતી. લાંબા સમય બાદ ફરી એક વખત ગોધરા આવી પહોંચતા તેમના માટે આ મુલાકાત ભાવનાત્મક અને સ્મરણસભર બની રહી હતી.રાજ્ય પોલીસ વડાની આ મુલાકાત દરમિયાન પંચમહાલ રેન્જના આઇજી, જિલ્લાના પોલીસવડા ઉપરાંત દાહોદ અને મહીસાગર જિલ્લાના પોલીસવડા તેમજ પંચમહાલ પોલીસ રેન્જના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. તમામ અધિકારીઓ સાથે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.બેઠક દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, પોલીસ કામગીરીની સમીક્ષા, ભવિષ્યની પડકારો તેમજ જનસુરક્ષા વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ મુલાકાતને કારણે પંચમહાલ પોલીસ વિભાગમાં ઉત્સાહ અને ગૌરવની લાગણી જોવા મળી હતી.

Popular posts from this blog

ગોધરાની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતાનું મોત થતા હોબાળો તબીબની બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ

અન્ય રાજ્યોમાંથી વાહનોની ચોરી કરી, તેના એન્જિન અને ચેસિસ નંબર બદલી, ખોટી નંબર પ્લેટ લગાવી વાહનો વેચાણ કરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે.