કોંગ્રેસની જનઆક્રોશ યાત્રા પંચમહાલમાં પહોંચી ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહારો..
કોંગ્રેસની જન આક્રોશ યાત્રા પંચમહાલમાં પહોંચી, ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહારો
ગુજરાતમાં કોંગ્રેસની રાજ્યવ્યાપી જન આક્રોશ યાત્રા હવે મધ્ય ગુજરાતમાં પહોંચી છે. આજે પંચમહાલ જિલ્લામાં યાત્રા દરમિયાન પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ખેડૂતોના પ્રશ્નો, ડ્રગ્સ અને દારૂના વધતા પ્રસાર, બેરોજગારી અને ભ્રષ્ટાચારને લઈને સરકારને ઘેરી છે.