ગોધરા નગર પાલિકાના પૂર્વ પ્રમુખ સંજય સોનીનું થયું નિધન
ગોધરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સંજય સોનીનું થયું નિધન
મુંબઈથી પરત આવતા રસ્તામાં હાર્ટ એટેકથી થયું અવસાન
આ દુઃખદ ઘટનાએ ગોધરા અને આસપાસના વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી
ગોધરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું હતું તેઓ મુંબઈથી ઘરે પરત આવતા હતા ત્યારે રસ્તામાં એટેકનો હુમલો થયો હોવાનું જાણવા મળ્યું છે જેના કારણે તેઓ મોતને ભેટ્યા હતા
સંજય સોનીએ ગોધરા નગરપાલિકાના પ્રમુખ તરીકે માર્ચ 2021થી સેવા આપી હતી. તેમની ચૂંટણી 2021ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પછી થઈ હતી, જ્યારે તેઓ અપક્ષ તરીકે ચૂંટાયા અને AIMIM તેમજ અન્ય અપક્ષોના સમર્થનથી પ્રમુખ બન્યા હતા.પાછળથી તેમણે ભાજપમાં જોડાઈને પદ ચાલુ રાખ્યું હતું,
તેમના નિધનથી રાજકીય વર્તુળોમાં તેમજ સ્થાનિક નાગરિકોમાં શોક વ્યાપી ગયો છે.