પંચમહાલમાં ખેડૂતોને પાક નુકશાનીમાં ઓછું વળતર ચૂકવ્યું હોવાનો આક્ષેપ સરપંચોએ આવેદનપત્ર પાઠવ્યું...

 ગોધરા તાલુકાના સરપંચોએ પાક નિષ્ફળતાના કારણે થયેલ નુકસાન માટે યોગ્ય વળતરની માંગ કરી  

અન્ય જિલ્લા તાલુકા કરતા ગોધરા તાલુકામાં ખૂબ ઓછું વળતર ચૂકવ્યું હોવાનો આક્ષેપ 

 


ગોધરા તાલુકાના વિવિધ ગામોના સરપંચોનું પ્રતિનિધિમંડળ આજે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યું હતું. તેઓએ આ વર્ષે અનિયમિત વરસાદ અને કમોસમી માવઠાના કારણે પાકને થયેલા વ્યાપક નુકસાન અંગે ફરિયાદ કરી હતી. "અમારા તાલુકાના ખેડૂતોને પાક નિષ્ફળતાના કારણે મોટું નુકસાન થયું છે. સરકારી યોજનાઓ હેઠળ યોગ્ય વળતર મળવું જોઈએ તે અમને મળ્યું નથી સરપંચોનો આક્ષેપ છે કે અન્ય જિલ્લા અને તાલુકા કરતા પંચમહાલ જિલ્લાના ખેડૂતોને ખૂબ ઓછું વળતર ચૂકવવામાં આવ્યું છે તેમને દરેકને સમાન વળતર ચૂકવવામાં આવે તેવી રજૂઆત જિલ્લા કલેક્ટરને કરી હતી અને આ અંગેનું આવેદનપત્ર પાઠવ્યું  હતું

Popular posts from this blog

ગોધરાની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતાનું મોત થતા હોબાળો તબીબની બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ

અન્ય રાજ્યોમાંથી વાહનોની ચોરી કરી, તેના એન્જિન અને ચેસિસ નંબર બદલી, ખોટી નંબર પ્લેટ લગાવી વાહનો વેચાણ કરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે.