ગોધરા શહેરા ભાગોર અંદરબ્રિજનું કામ ખોરંભે થતા વેપારીઓમાં રોષ...
ગોધરા શહેરા ભાગોર વિસ્તારમાં અંદરબ્રિજ નું કામ ખોરવાઈ જતાં વેપારીઓમાં રોષ જિલ્લા કલેકટર ને આવેદન પત્ર આપી વિરોધ નોંધાવ્યો
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના ભાગોર વિસ્તારમાં બનેલા અંડરબ્રિજનું કામ અચાનક ખોરવાઈ જતાં સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ ફેલાયો . આ કામને કારણે વેપારીઓના વ્યવસાયને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે અને વાહનચાલકોને પણ અડચણોનો સામનો કરવો પડી રહ્યો છે. વેપારીઓએ આજે સ્થાનિક વહીવટને આવેદન પત્ર આપીને કામ ઝડપથી પૂર્ણ કરવાની માંગ કરી છે.
વેપારીઓનો આક્ષેપ છે કે અમારું કોઈ સાંભળતું નથી નેતાઓ ફક્ત ફોટા પડાવવા આવે છે , આ કામના વિલંબને કારણે ધંધા રોજગાર ઠપ્પ થઇ ગયો છે . ભાગોર વિસ્તારમાં કરીબ ૨૦૦થી વધુ નાના-મોટા વેપારીઓ છે, જેમને આની સીધી અસર થઈ રહી છે. અંદરબ્રિજનું કામ વહેલી તકે પૂર્ણ કરવામા આવે તેવી માંગ સાથે વેપારીઓએ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપ્યુછે,