સ્વચ્છતાનો સંદેશ આપતી સંસ્થામાં ગંદકીનું સામ્રાજ્ય

 સ્વચ્છતા નો સંદેશ આપતી ગોધરા તાલુકા પંચાયત કચેરીમાં જ પીવાના RO પાણીના ફ્રિજ-કુલર ઉપર પાનની પિચકારીઓ અને ચાના ખાલી ગ્લાસ: 


સ્વચ્છતાનો સંદેશ આપતી સંસ્થામાં ગંદકીનું સામ્રાજ્ય 


ગામડે ગામડે અને ઘરે ઘરે સ્વચ્છ ભારત અભિયાનના સંદેશા આપતી કચેરીની આ હાલત છે



આ દ્રશ્યો છે ગોધરા તાલુકા પંચાયત કચેરીના

 કે જે પોતે જ સ્વચ્છતાના માપદંડમાં ઊતરી ગઈ છે. 


કચેરીના પ્રથમ માળે મુલાકાતીઓ અને કર્મચારીઓ માટે મુકવામાં આવેલા પીવાના પાણીના ફ્રિજ-કુલર ઉપર પાન-ગુટખાની લાલ પિચકારીઓ, ચાના ખાલી ગ્લાસ અને અન્ય ગંદકીના ઢગલા જોવા મળી આવ્યા છે,


 જેને લઈ મુલાકાતી ઓ માં તકૅ વીતકૅ ફેલાયો અને લોકોમાં રોષ ફેલાયો છે.


આ ફ્રિજ-કુલરની આસપાસની જગ્યા એટલી બધી ગંદી છે કે, ત્યાં પાણી પીવા જવું તો થીક ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલ બની જાય 


મુલાકાતીઓ નું કહેવું છે કે, “જે કચેરી ગ્રામ પંચાયતોને સ્વચ્છતા માટે નોટિસ આપે છે, તે પોતાની કચેરીમાં આવી ગંદકી કેમ સહન કરે છે?


 સ્વચ્છ ભારતનું સૂત્ર આપતી સરકારી કચેરીઓ પોતે જ આદર્શ બને તે જરૂરી છે, એવો મત લોકો વ્યક્ત કરી રહ્યા છે.

Popular posts from this blog

ગોધરાની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતાનું મોત થતા હોબાળો તબીબની બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ

અન્ય રાજ્યોમાંથી વાહનોની ચોરી કરી, તેના એન્જિન અને ચેસિસ નંબર બદલી, ખોટી નંબર પ્લેટ લગાવી વાહનો વેચાણ કરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે.