ઘોઘંબામાં GFL કંપનીમાં ફરી ગેસ લીકેજની ઘટના, મોકદ્રીલ નો કંપનીનો દાવો ખોટો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ...

 પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજીતનગર સ્થિત ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ (GFL) કંપનીમાં ફરી એક વખત ગેસ લીકેજની શંકા જગાવનારી ઘટના સામે આવી છે. કંપની તરફથી આને મોક ડ્રિલના નામે દાવો કરવામાં આવ્યો હોવાનો કોંગ્રેસનો તીવ્ર આક્ષેપ છે. આ ઘટનાએ ગ્રામીણોમાં ભયનો માહોલ ફેલાવી દીધો છે. 



  GFL કંપનીમાં ગત 6 તારીખે વહેલી સવારે  કંપનીના પ્લાન્ટમાંથી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા 


કંપનીના અધિકારીઓએ તરત જ સ્પષ્ટતા કરી હતી કે આ કોઈ ગેસ લીક નથી, પરંતુ રુટીન મોક ડ્રિલના ભાગરૂપે યોજાયેલી વ્યાયામ હતી. પરંતુ આ દાવા પર કોંગ્રેસે તીવ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરી છે 


કોંગ્રેસનો આક્ષેપ છે કે આ કંપનીમાં પહેલાં પણ ગેસ લીકમાં ત્રણ જીવનો ભોગ લેવાયો હતો  સપ્ટેમ્બરમાં થયેલી તે ઘટના હજુ તાજી છે, અને હવે ફરી આવું થાય છે તો તેને મોક ડ્રિલ કહીને છુપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ દાવો બનાવીને કંપની જવાબદારીથી બચવા માંગે છે. અમે માંગ કરીએ છીએ કે સ્વતંત્ર તપાસ થાય અને પ્લાન્ટ બંધ કરવામાં આવે!

Popular posts from this blog

ગોધરાની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતાનું મોત થતા હોબાળો તબીબની બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ

અન્ય રાજ્યોમાંથી વાહનોની ચોરી કરી, તેના એન્જિન અને ચેસિસ નંબર બદલી, ખોટી નંબર પ્લેટ લગાવી વાહનો વેચાણ કરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે.