ગોધરા 126 વિધાનસભાના 10,177 મતદારોના નામ 2002ની મતદાર યાદી સાથે મેપ ન થતાં વહીવટીતંત્ર દ્વારા નોટિસ પાઠવવામાં આવી..

 ગોધરા 126 વિધાનસભા મતવિસ્તારના  10 હજાર ઉપરાંત મતદારોને 2002 ની યાદી સાથે મેપિંગ ન થતાં નોટિસ પાઠવવામાં આવી 


પુરાવા રજૂ કરવા 1 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરી સુધીનો સમય આપવામાં આવ્યો 



ગોધરા વિધાનસભા  126 હેઠળના 10, હજાર ઉપરાંત મતદારોના નામ વર્ષ 2002ની મતદારયાદી સાથે મેપ ન થતાં વહીવટીતંત્ર દ્વારા તેમને નોટિસ પાઠવવામાં આવી છે. આ મતદારોને સરકાર દ્વારા માન્ય 12  પુરાવાઓ માંથી ઓછામાં ઓછો એક પુરાવો રજૂ કરવા સૂચના અપાઈ છે.


આ મામલે પ્રાંત , મામલતદાર, તાલુકા પંચાયત કચેરી તેમજ નગરપાલિકા કચેરી ખાતે સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું છે. સુનાવણી દરમિયાન નોટિસ મળેલા મતદારોએ તેમના આધાર પુરાવા રજૂ કરવા જણાવવામાં આવ્યું છે.


વહીવટીતંત્ર દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજોની ચકાસણી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.  મતદારો 1 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરી, 2026 સુધીમાં તેમના પુરાવા રજૂ કરી શકશે. આ બાબતે ગંભીરતા દાખવી ડોક્યુમેન્ટ સબમિટ કરાવવા પ્રાંત અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી છે

Popular posts from this blog

ગોધરાની ખાનગી હોસ્પિટલમાં પ્રસુતાનું મોત થતા હોબાળો તબીબની બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ

અન્ય રાજ્યોમાંથી વાહનોની ચોરી કરી, તેના એન્જિન અને ચેસિસ નંબર બદલી, ખોટી નંબર પ્લેટ લગાવી વાહનો વેચાણ કરતી એક આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે.