ગોધરામાં કોંગ્રેસની જનઆક્રોશ યાત્રા પહોંચી વેપારીઓએ આક્રોશ ઠાલવ્યો...
કોંગ્રેસની જન આક્રોશ યાત્રા ગોધરામાં પહોંચી, ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહારો
ગુજરાતમાં કોંગ્રેસની રાજ્યવ્યાપી જન આક્રોશ યાત્રા હવે મધ્ય ગુજરાતમાં પહોંચી છે. આજે ગોધરામાં યાત્રા દરમિયાન પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ખેડૂતોના પ્રશ્નો, ડ્રગ્સ અને દારૂના વધતા પ્રસાર, બેરોજગારી અને ભ્રષ્ટાચારને લઈને સરકારને ઘેરી હતી.
જનઆક્રોશ યાત્રા દરમિયાન ગોધરાના જૂના બસ સ્ટેશનના વેપારીઓએ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો અને અમિત ચાવડાને રજૂઆત કરી હતી કે બસ સ્ટેશન અન્ય જગ્યાએ લઈ જવાથી અને નગરપાલિકા દ્વારા કમ્મરતોડ ભાડામાં વધારો કરવાથી વેપારીઓની હાલત કફોડી બની છે અને વેપારી વર્ગ સાથે અન્યાય થઈ રહ્યો છે વેપારીઓએ ન્યાય અપાવવા માટે અમિત ચાવડાને રજૂઆત કરી હતી