ગોધરા બસસ્ટેન્ડને ભુરાવાવ ખાતે ખસેડવામાં વિધાર્થીઓ મુશ્કેલીમાં મૂકાયા સિટી બસ સુવિધા ચાલુ કરવા હિન્દુ મહાસભાની માંગ..
ગોધરા બસસ્ટેન્ડને ભુરાવાવ ખાતે ખસેડવામાં આવતા વિધાર્થીઓ મુશ્કેલીમાં મૂકાયા
વિધાર્થીઓ માટે સિટી બસ સુવિધા ચાલુ કરવા હિન્દુ મહાસભા દ્વારા માંગ કરવામાં આવી
પંચમહાલ જિલ્લાના ગોધરામાં બસ સ્ટેન્ડના સ્થળાંતરથી વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ફ્લાયઓવર બ્રિજની કામગીરીને કારણે લાલબાગ ખાતેનું જૂનું બસ સ્ટેન્ડ હંગામી ધોરણે ભુરાવાવ એસટી વર્કશોપ ખાતે ખસેડવામાં આવ્યું છે. આનાથી જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાંથી ગોધરા શહેરમાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને ખાસ્સી તકલીફ પડી રહી છે.નવા બસ સ્ટેન્ડનું સ્થળ શહેરના મુખ્ય ભાગથી દૂર હોવાથી વિદ્યાર્થીઓને કોલેજ અને સ્કૂલ સુધી પહોંચવા વધારાનું અંતર કાપવું પડે છે. રિક્ષા કે અન્ય વાહનોના ભાડામાં વધારો થવાથી તેમના પર આર્થિક બોજો પણ વધ્યો છે. ભુરાવાવ ખાતેના નવા હંગામી બસ સ્ટેન્ડ પર મુસાફરો અને વિશેષ કરીને વિદ્યાર્થીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.
આ મુદ્દે અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા વિદ્યાર્થીઓની સુવિધા માટે સિટી બસ સેવા તાત્કાલિક શરૂ કરવાની માંગ કરવામાં આવી છે.
જો આ સુવિધા શરૂ થાય તો વિદ્યાર્થીઓને મોટી રાહત મળશે.