ગોધરાની ગુલશન સોસાયટીની ખુલ્લી ગટરમાં કચરાના ઢગલા, રોગચાળો ફાટી નીકળવાનો સ્થાનિકોમાં ભય..
ગોધરાની ગુલશન સોસાયટીની ખુલ્લી ગટરમાં કચરાના ઢગલા રોગચાળો ફાટી નીકળવાનો સ્થાનિકોમાં ભય
ગોધરાના વોર્ડ નંબર 10માં આવેલા ગોન્દ્રા પીઠા મોહલ્લાની ગુલશન સોસાયટી નજીકની ખુલ્લી ગટર છેલ્લા ઘણા સમયથી કચરાથી ઉભરાય છે. ગટરમાં ઘરગથ્થુ કચરો, પ્લાસ્ટિક અને ગંદુ પાણી ભરાઈ રહેતા સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ અને ગંદકી ફેલાઈ છે. જેનાં કારણે અનેક લોકો બીમારીમા સપડાયા છે
રોગચાળાના ભયથી રહીશો ભારે પરેશાન છે અને જલ્દ થી જલ્દ સાફ સફાઈ કરવાં માંગ ઉઠી છે
ગટરમાં ભરાયેલા કચરાના કારણે મચ્છરોનો ઉપદ્રવ અસહ્ય બન્યો છે.
રાત દિવસ મચ્છરોના ત્રાસથી બાળકો, મહિલાઓ અને વૃદ્ધો પીડાઈ રહ્યા છે. સ્થાનિકો ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવી બીમારીઓ ફેલાવાના ભય હેઠળ જીવી રહ્યા છે.
ચિંતાજનક બાબત એ છે કે આ ગટરને અડીને શાળા પણ આવેલી છે. બાળકો શાળાએ આવતા હોવાથી તેમના આરોગ્ય અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
અનેકવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવી રહ્યા નથી, તેવા આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે.
નગરપાલિકાની આ બેદરકારી સામે સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તાત્કાલિક ગટરની સફાઈ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે