ગોધરાની સિવિલ હોસ્પિટલમાં ટીબી કેન્દ્રનું નવું એક્સ રે મશીન ત્રણ વર્ષથી બંધ હાલતમાં દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા..
ગોધરા સિવિલ હોસ્પિટલમાં ટીબી કેન્દ્રનું નવું એક્સ-રે મશીન ત્રણ વર્ષથી બંધ હાલતમાં
મશીનના બંધ પડવાથી ટીબીના દર્દીઓને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
પંચમહાલ જિલ્લાના ગોધરાની સરકારી આરોગ્ય વ્યવસ્થામાં ફરી એકવાર બેદરકારી સામે આવી છે. ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ટીબી કેન્દ્ર માટે ખાસ તૈયાર કરવામાં આવેલું નવું એક્સ-રે મશીન છેલ્લા ત્રણ વર્ષથી વધુ સમયથી બંધ હાલતમાં પડ્યું છે અને ધૂળ ખાઈ રહ્યું છે. આ મશીનના બંધ પડવાથી ટીબીના દર્દીઓને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગોધરા સિવિલ હોસ્પિટલના ટીબી કેન્દ્રમાં આવેલું આ અત્યાધુનિક એક્સ-રે મશીન કરોડો રૂપિયાના ખર્ચે લાવવામાં આવ્યું હતું, જેથી ટીબીના દર્દીઓને તાત્કાલિક અને મફતમાં એક્સ-રે સુવિધા મળી રહે. પરંતુ આ મશીન છેલ્લા ત્રણ વર્ષથી વધુ સમયથી બંધ પડ્યું છે. આ મશીન હવે ધૂળના ઢગલા નીચે દબાઈ ગયું છે.
આના કારણે ટીબીના દર્દીઓને ખાનગી ક્લિનિકમાં મોંઘા દરે એક્સ-રે કરાવવા પડે છે. ગરીબ અને ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ માટે આ મોટી સમસ્યા બની છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે સરકારી તંત્રની બેદરકારીને લીધે આવા મોંઘા મશીનોનો દુરુપયોગ થઈ રહ્યો છે
પ્રશ્ન એ છે કે કરોડોના ખર્ચે લાવવામાં આવેલા મશીનો ક્યારે દર્દીઓના કામ લાગશે જો આ મશીન શીઘ્ર ચાલુ નહીં થાય તો ટીબી જેવા રોગના નિદાનમાં વધુ મુશ્કેલીઓ વધશે.
આ અંગે ટીબીડી અધિકારીએ જણાવ્યું હતું કે મશીનને કાર્યરત કરવા માટે DR સિસ્ટમ માટે આયોજનમાંથી ગ્રાન્ટની માંગણી કરવામાં આવી હતી સિસ્ટમ ખરીદવાની પ્રક્રિયા ચાલી રહી છે એક્સ રે મશીન ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે.