ગોધરામાં BRGF ભવન ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૬ ની ઉજવણી કરાઈ...
રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૬ની ગોધરામાં ઉજવણી કરાઈ
રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૬ની શરૂઆત સાથે ગોધરા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (આરટીઓ) અને જિલ્લા પોલીસ અધીક્ષક કચેરીના સંયુક્ત ઉપક્રમે માર્ગ સલામતી અંગે જાગૃતિ કાર્યક્રમોનું BRGF ભવન ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ માસ દરમિયાન નાગરિકોને સુરક્ષિત વાહનચાલનના નિયમો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા અને સરકારની રાહવીર યોજના વિશે લોકોને જાણકારી આપવામાં આવી હતી
આ કાર્યક્રમમાં સ્થાનિક નાગરિકોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો
રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૬ ૧ જાન્યુઆરીથી ૩૧ જાન્યુઆરી સુધી દેશભરમાં ઉજવવામાં આવી રહ્યો છે. ગોધરા સહિત ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ આવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આપણે બધા મળીને માર્ગ સલામતીના નિયમોનું પાલન કરીએ અને અકસ્માતમુક્ત ભારતનું નિર્માણ કરીએ.