ગોધરા તાલુકાના ગોવિંદી ગામમાં પંચમહાલ SOG એ કરી મોટી કાર્યવાહી શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપી પાડ્યો...
ગોધરા તાલુકાના ગોવિંદી ગામમાં પંચમહાલ SOG એ મોટી કાર્યવાહી કરી છે.
એક ગોડાઉનમાંથી શંકાસ્પદ 105 કિલોગ્રામ પનીરનો જથ્થો ઝડપી પાડ્યો છે.
પંચમહાલ જિલ્લાની સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG)ને બાતમી મળી હતી કે ગોધરા તાલુકાના ગોવિંદી ગામમાં આવેલા એક ગોડાઉનમાં મોટા પ્રમાણમાં શંકાસ્પદ પનીરનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો છે.
આ બાતમીના આધારે SOG ની ટીમે તાત્કાલિક દરોડો પાડ્યો અને કિશન વીરવાણીના ગોડાઉનમાંથી આશરે 105 કિલોગ્રામ પનીર જપ્ત કર્યો.આ પનીર શંકાસ્પદ હોવાના કારણે તેના સેમ્પલ લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
પ્રાથમિક તપાસમાં આ પનીરમાં ભેળસેળ અથવા અન્ય અનિયમિતતા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. વધુ તપાસ ચાલુ છે