Posts

Showing posts from March, 2025

ચૈત્રી નવરાત્રીને લઈને વહીવટી તંત્ર સજ્જ શ્રધ્ધાળુઓને તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી

Image
 યાત્રાધામ પાવાગઢ ખાતે આવતીકાલથી શરૂ થઈ રહેલી ચૈત્રી નવરાત્રીને લઈને વહીવટી તંત્ર સજ્જ શ્રધ્ધાળુઓને તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી   ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. જેને લઈને શ્રધ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રીમાં લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે એસટી વિભાગ દ્વારા ભાવિકોને જવા આવવા માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં પાવાગઢ તળેટીના બસ સ્ટેશનથી માંચી સુધી 50 જેટલી બસો દોડાવાશે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસનો પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ટ્રાફિકની અવ્યવસ્થા ન સર્જાય તે માટે પાર્કિંગ ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રધ્ધાળુઓને કોઈ અગવડ ન સર્જાય તે માટે તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

ગોધરાના મુસ્લિમ સમાજ દ્વારા વકફ સુધારા બિલ અને UCC નો કાળી પટ્ટી બાંધી નોંધાવ્યો વિરોધ

Image
 ગોધરાના મુસ્લિમ સમાજ દ્વારા વકફ સુધારા બિલ અને UCC નો કાળી પટ્ટી બાંધી નોંધાવ્યો વિરોધ   કેન્દ્ર સરકાર દ્વારા વકફ સુધારા બિલ અને યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવાની તૈયારી સામે સમગ્ર દેશમાં મુસ્લિમ સમાજમાં પ્રચંડ વિરોધ જોવા મળી રહ્યો છે. આ બન્ને મુદ્દાઓને લઈને દેશભરના વિવિધ રાજ્યોમાં વિરોધ પ્રદર્શનો યોજાઈ રહ્યાં છે. મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા વક્ફ સુધારા બિલ અને સમાન સીવીલ કોડ નો વિરોધ નોંધાવવા માટે હાથ ઉપર કાળી પટ્ટી બાંધી વિરોધ કરવા માટે અહવાન કરવામાં આવ્યું હતું જેને લઇને આજે શુક્રવારની નમાઝ મા મુસ્લિમો એ કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યો હતો ગોધરાના મુસ્લિમ સમાજ વકફ (શુરા) કમિટીએ ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના આહવાન બાદ પવિત્ર રમજાન માસના અંતિમ શુક્રવાર ની નમાઝ મા કાળી પટ્ટી બાંધી શાંતિપૂર્ણ વિરોધ નોંધાવ્યો હતો. જમણા હાથે કાળી પટ્ટી બાંધીને મુસ્લિમ સમાજના લોકો મસ્જિદોમાં એકત્ર થયા હતા અને વકફ સુધારા બિલ અને સમાન સીવીલ કોડ અંગે ભારે વિરોધ નોંધાવ્યો હતો 

શહેરા ખાતે વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ ના હસ્તે ચકલીના માળાનું વિના મૂલ્યે વિતરણ કરાયું...

Image
 *પંચમહાલ- વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડના હસ્તે શહેરા માં ચકલીના માળા નું નાગરિકોને વિતરણ કરાયું*   શહેરા. વિશ્વભરમા ચકલીની પ્રજાતિ લુપ્ત થતી જાય છે. તેનુ જતન કરવુ એ નાગરિકોની ફરજ છે. પંચમહાલ જિલ્લા ના શહેરા ખાતે વિશ્વ ચકલી દિવસના ઉજવણીના ભાગ રુપે વનવિભાગ દ્વારા ચકલીના માળાનુ વિતરણ કરવામા આવ્યુ હતુ. જેમા શહેરાના ધારાસભ્ય અને વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડના હસ્તે નાગરિકોને ચકલીના માળાનુ વિતરણ કરવામા આવ્યુ હતુ.અને તેની જાળવણી કરવા પણ અનુરોધ કરવામા આવ્યો હતો.              ગુજરાત રાજ્યના વન વિભાગ દ્વારા ચકલી દિવસની ઉજવણી ના ભાગરૂપે પંચમહાલ જિલ્લાના શહેરા નગર ખાતે વન વિભાગ દ્વારા ચકલીના માળા વિતરણ કરવામાં આવ્યા હતા . આ પ્રસંગે શહેરા વિધાનસભાના ઉપાધ્યક્ષ અને ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના હસ્તે નગરજનોને માળાનું વિતરણ કરવામાં આવ્યા હતા.પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી નિમિત્તે ચકલીના માળાનૂ વિતરણ કરવાનો કાર્યક્રમ વનવિભાગ દ્રારા યોજવામાં આવ્યો હતો.20 માર્ચથી 31 માર્ચ સુધી વન વિભાગ દ્વારા ચકલી દિવસ ઉજવાઈ રહ્યો છે.ગુજ...

ગોધરામાં DGP ની ક્રાઇમ કોન્ફરન્સ

Image
 ૧૦૦ કલાકમાં અસામાજિક તત્વોની યાદીની તૈયારી પછી એક્શન પ્લાન ઘડવા DGP ની ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ 

ગોધરામાં સમાન સિવિલ કોડની બેઠક યોજાઇ

Image
 ST SC OBC માયનોરિટી સમાજે નોંધાવ્યો વિરોધ 

ગોધરામાં UCC નો વિરોધ

Image
 

લુખ્ખાઓની યાદી બનાવવા કરતાં લુખ્ખા લોકોને છાવરતા લોકોનું લીસ્ટ બનાવો

Image
 

પંચમહાલમાં ઉદ્યાન કેન્દ્રો ખંડેર હાલતમાં ફેરવાયા અસામાજિક તત્વોનો અડ્ડો બન્યા

Image
 પંચમહાલના કાલોલ નગરપાલિકા હસ્તક આવેલ બંને ગાર્ડન અસહ્ય ગંદકી થી ખદબદી રહ્યા છે અને અ સામાજિક તત્વોનો અડ્ડો બનવા પામ્યા છે તેવામાં આ બંને બગીચા અ સામાજિક તત્વોથી મુક્ત કરાવી ગાર્ડનમાં સાફ-સફાઈ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે કાલોલ નગર પાલિકા હસ્તક આવેલ બે ઉદ્યાન કેંદ્ર જરૂરી જાળવણી અને નિભાવ ના અભાવે ખંડેર હાલતમાં ફેરવાયા છે જે તે સમય ના કાલોલ પંચાયત ના સરપંચ દ્વારા કરવામા આવેલ પ્રસન્સીય કામગીરી ને બિરદાવી જેતે સમયે સરકાર દ્વારા સ્મશાન રોડ ઉપર ચંદુલાલ ઉપાધ્યાય નામે બગીચા નુ નિર્માણ કરવામાં આવ્યું હતું પરંતુ જરૂરી જાળવણી અભાવે બગીચામાં અસહ્ય ગંદકી જોવા મળી રહી છે બાળકો માટે રમવાના સાધનો તેમજ બેસવા માટેના બેંચીસ તુટેલી હાલતમાં જૉવા મળી રહી છે બગીચામાં ઠેર ઠેર દારૂ ની ખાલી બોટલ બિયર ટીન જોવા મળી રહ્યા છે ચંદુલાલ ઉપાધ્યાય ઉદ્યાન એક રીતે અસમાજિક તત્વોનો અડ્ડો બનવાં પામ્યો છે આ તરફ વડોદરા હાઇવે અડીને ગાયત્રી મંદિર નજીક આવેલ બગીચામાં પણ અસહ્ય ગંદકી તૂટી ગયેલા વીજ પોલ નજરે પડી રહ્યા છે પાછલા ઘણા વર્ષોથી બગીચાઓની સાર સાંભાર રાખવામાં ન આવતા આ બંને બગીચા નસેડી પાર્ક માં ફેરવાયા છે અહ...

ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજી એ જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી

Image
 ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજી એ જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી  પરવડી ગૌ-શાળા ખાતે ઘાસ વિતરણ કરી સિવિલ હોસ્પિટલ ખાતે ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું  જન્મ દિવસની ઉજવણી લોકો અલગ અલગ રીતે કરતા હોય છે પાર્ટી પ્લોટ અને હોટેલમાં પાણીની જેમ પૈસા ખર્ચ કરતા હોય છે  ગોધરાના ધારાસભ્ય સી કે રાઉલજી દ્વારા જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી પરવડી ગૌ શાળા માં ઘાસ વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લેતા ગરીબ દર્દીઓની મુલાકાત લઇ ફ્રૂટ નું વિતરણ કરવામાં આવ્યુ હતું   ધારાસભ્યના કાર્યાલય ખાતે જન આશીર્વાદ કાર્યક્રમ યોજાયો હતો